સીપીઓના વાયદાઓમાં ૫૦,૮૫૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૨૦,૧૨૦ ટનના સ્તરે: ભાવમાં સુધારો

- text


કપાસ, કોટન, રબરના વાયદાના ભાવમાં નરમાઈ: સોનાના વાયદામાં મિશ્ર વલણ: ચાંદીમાં પીછેહટ: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૧૫૭૦ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૫૯૪૩૨ સોદામાં રૂ.૧૧૫૭૦.૮૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીમાં પીછેહટ વાયદાના ભાવમાં થઈ હતી. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાઓમાં ૫૦,૮૫૦ ટનના નોંધપાત્ર વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૨૦,૧૨૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. સીપીઓના વાયદાના ભાવમાં સીમિત સુધારો થયો હતો. કપાસ, કોટન અને રબરના વાયદા નરમ રહ્યા હતા, જ્યારે મેન્થા તેલમાં વૃદ્ધિ થઈ હતી.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૪૬૭૭ સોદાઓમાં રૂ.૪૩૪૭.૩૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૧૩૯ અને નીચામાં રૂ.૪૭૯૨૬ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ વધીને રૂ.૪૭૯૫૪ બંધ રહ્યો હતો.

ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૮૩૫૬ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર ૧ ગ્રામદીઠ રૂ.૪૭૬૫ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪ ઘટીને બંધમાં રૂ.૪૭૭૯૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૯૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૯૪૮ અને નીચામાં રૂ.૬૯૩૫૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૧ ઘટીને રૂ.૬૯૪૧૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૨૭૯ ઘટીને રૂ.૬૯૩૫૯ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૨૬૭ ઘટીને રૂ.૬૯૩૫૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૫૦૭૩ સોદાઓમાં રૂ.૨૬૭૫.૩૫ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૨૪૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૮૫ અને નીચામાં રૂ.૪૨૩૯ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮ વધીને રૂ.૪૨૭૫ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૪૨૭૨ સોદાઓમાં કુલ રૂ.૫૫૯.૬૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૪૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૪૯૦ અને નીચામાં રૂ.૨૧૩૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૦ ઘટીને રૂ.૨૧૪૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૦૮.૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૮ વધીને બંધમાં રૂ.૧૦૧૬.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૨ અને નીચામાં રૂ.૯૫૮.૫ રહી, અંતે રૂ.૯૬૦ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૨૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૩૩ અને નીચામાં રૂ.૧૨૨૭ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ ઘટીને રૂ.૧૨૨૮.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.
વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૫૦૪૧ સોદાઓમાં કુલ રૂ.૨૧૮૨.૮૬ કરોડ ની કીમતનાં ૪૫૪૫.૩૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૯૬૩૬ સોદાઓમાં કુલ રૂ.૨૧૬૪.૪૯ કરોડ ની કીમતનાં ૩૧૦.૭૪૩ ટન, ક્રૂડ તેલમાં ૧૨૧૭૦ સોદાઓમાં રૂ.૭૫૩.૪૪ કરોડનાં ૧૭૬૮૧૦૦ બેરલ્સ, કોટનમાં ૫૭૨ સોદાઓમાં રૂ.૪૪.૯૧ કરોડનાં ૨૦૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૩૬૩૩ સોદાઓમાં રૂ.૫૧૦.૯૭ કરોડનાં ૫૦૮૫૦ ટન, મેન્થા તેલમાં ૧૩ સોદાઓમાં રૂ.૨.૪૯ કરોડનાં ૨૫.૯૨ ટન, કપાસમાં ૨૬ સોદાઓમાં રૂ.૭૮.૭૧ લાખનાં ૧૨૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૯૭૨.૦૫૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૮૨.૯૩૬ ટન, ક્રૂડ તેલમાં ૬૩૯૦ બેરલ્સ, કોટનમાં ૨૦૫૭૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૨૦૧૨૦ ટન, મેન્થા તેલમાં ૬૯.૧૨ ટન અને કપાસમાં ૨૬૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૭૯.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૪.૫ અને નીચામાં રૂ.૨૬૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫૮ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૦ અને નીચામાં રૂ.૪૪૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૭૪ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૯૦ અને નીચામાં રૂ.૧૪૬૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૪૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૦૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૭ અને નીચામાં રૂ.૯૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૮.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૦ અને નીચામાં રૂ.૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૬.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૨૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૯ અને નીચામાં રૂ.૪૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૪.૨ બંધ રહ્યો હતો.

- text