હળવદની ધારા રાવલ લાપતા

- text


હળવદ : હળવદમાં આવેલ ઉમીયાનગર સોસાયટીની યુવતી લાપતા બની હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવ અંગે યુવતીના પિતાએ હળવદ પોલીસ મથકે ગુમસુદા નોંધાવતા પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આવેલ ઉમીયાપાર્ક સોસાયટીમાં રહેતી ધારાબેન ભરતકુમાર રાવલ (ઉ.વ. ૨૩) નામની યુવતી તા.૮ ના રોજ પોતાના ઘરેથી કોઇને કહીયા વગર કયાંક નીકળી ગઈ હતી.આથી યુવતી સમયસર ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ ઘરમેંળે શોધખોળ કરી હતી.પણ યુવતીનો પત્તો ન લગતા અંતે યુવતીના પિતા ભરતકુમાર ધીરજલાલ રાવલે હળવદ પોલીસ મથકે પોતાની પુત્રીની ગુમસુદા નોંધાવી છે. હળવદ પોલીસે યુવતીનું ગુમસુદા નોંધીને તેની ભાળ મેળવવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

- text