લજાઈ ચોકડીએ ચોરી ઉપર સે સીનાજોરી : ખનીજ ચોરોએ આપી રોયલ્ટી ઈન્સપેકટરને ધમકી

- text


ખનીજ ચોરી કરનાર ડમ્પર ચાલકને મેમો આપતા ચાર શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી : ફરિયાદ નોંધાઈ

ટંકારા : લજાઈ ચોકડી નજીક ખાણ ખનીજ વિભાગે એક ગેરકાયદે ખનીજ ભરેલા ડમ્પરને પકડ્યું હતું.તે વખતે ચાર શખ્સોએ કારમાં આવીને આ બાબતે રોયલ્ટી ઈન્સપેકટરને ધાક ધમકી આપી હતી જો કે, આ સમયે પોલીસ આવી જતા ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ મામલે રોયલ્ટી ઈન્સપેકટરે ચાર શખ્સો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની કલેકટર કચેરીમાં આવેલ ખાણખનીજ વિભાગમાં રોયલ્ટી ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ભુલાભાઇ પટેલ (ઉ.વ.૩૧) એ આરોપીઓ પ્રવિણભાઈ ગોવિંદભાઈ રાજપુત (ઉ.વ.૨૬ ધંધો ડ્રાઈવીંગ રહે ભગવતીપરા શેરી નં-૪ મીલવાળી શેરી રાજકોટ), વિક્રમભાઈ બોરીચા (રહે રાજકોટ) ભરતભાઈ રઘુભાઈ ગમારા તથા તેની સાથેનો અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૪ ના રોજ લજાઈ ચોકડી આવકાર હોટલ પાસે ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પર ટ્રક નં જી-જે-૧૩-એ-ડબ્લ્યુ-૯૧૦૯ ને ખાણ ખનીજ વિભાગે પકડ્યું હતું અને ફરિયાદી તેને મેમો આપવાની કાર્યવાહી કરી રહ્યા હતા.તે દરમિયાન આરોપીઓ સ્કોડા ગાડી નં જી-જે-૦૩-એફ-કે-૯૦૫૫ વાળીમા આવીને ફરીયાદી તથા સાહેદો સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો કે ઘટના સમયે પોલીસને આવતી જોઈ આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ ગંભીર બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text