રાજકોટ જેલમાંથી વચ્ચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપી ઝડપાયો

- text


વાંકાનેર : વાંકનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચ્ચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- text

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલ હકિકત આધારે રાજકોટ ફેમેલી કોર્ટના ભરણપોષણના કેસમાં કેદી રૈયાભાઇ મશરૂભાઇ ઉર્ફે મચ્છાભાઇ વરૂ (ઉ.વ.-44, ધંધો-મજુરી, રહે- કોટડા નાયાણી, તા-વાંકાનેર)ને પોણા બે વર્ષની સજા કરેલ હતી. આ કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હોય છે. તેને તા. 30/03/2020થી તા. 01/01/2021 સુધીમાં વચગાળાના જામીન મેળવી તા. 01/01/2021ના રોજ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હોય પંરતુ કેદી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હતો. જે કેદી ગઈકાલે તા. 3ના રોજ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામેથી મળી આવતા હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

 

- text