મોરબીમાં નોટ-નંબરીનો જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબી શહેરમાં નોટ-નંબરીનો જુગાર રમતા બે શખ્સો પકડાયા છે. આ બંને શખ્સો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 2ના રોજ મોરબીમાં તરગારા રીક્ષા સ્ટેન્ડ પાસે નોટના નંબર બોલી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા રમજાનભાઈ મેહબૂબભાઈ બેલીમ અને જાવેદભાઈ વાલીમામદભાઈ સરવદીને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 320 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.

- text