મોરબીના ધરમપુર પાસે પોલીસે કારનો પીછો કરી રૂ.91 હજારનો વિદેશી દારૂ પકડ્યો

- text


એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો પીછો કરતા કાર ચાલક કાર રેઢી મૂકીને પલાયન

મોરબી : મોરબીના ધરમપુર નજીક આજે એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો પીછો કરતા કાર ચાલક કાર રેઢી મૂકીને પલાયન થઈ ગયો હતો.બાદમાં પોલીસે રેઢી મળી આવેલી કારમાંથી રૂ.91 હજારથી વધુનો ઈંગ્લિશ દારૂ જપ્ત કર્યો હતો.તેમજ દારૂ, કાર મળીને કુલ રૂ.5.91 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઇ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ એસલીબી સ્ટાફના સહદેવસિંહ જાડેજા અને વિક્રમભાઈ કુંગસીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કલરની હુડાઈ આઈ-20 કાર નબર જીજે 12 સિપી 2005 માં ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરીને માળીયાથી મોરબી તરફ આવી રહી છે.આ પ્રકારની બાતમી મળતા દારૂ ભરેલી કારને ઝડપી લેવા એલસીબી સ્ટાફ મોરબી-માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે વોચમાં ગોઠવાયો હતો.તે સમયે ઉપરોક્ત નંબરવાળી કાર નીકળતા પોલીસે કાર રોકવાનો ઈશારો કરતા જ કાર ચાલકે કાર હંકારી મૂકી હતી.આથી પોલીસે એ કારનો પીછો કરતા કાર ચાલકે ધરમપુર ગામની સીમમાં મચ્છુ ડેમના ખુલ્લા પટ્ટમાં કાર રેઢી મૂકીને ભાગી ગયો હતો.બાદમાં પોલીસે કારમાંથી રૂ. 91,950ની કિંમતની 269 નંગ ઈંગ્લિશ દારૂની બોટલો તથા કાર મળીને કુલ રૂ.5,91,950 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text