મોરબીમાં પાંચ જગ્યાએથી થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો : એક યુવાન અને એક સગીરની ધરપકડ

- text


 

નંબર પ્લેટ વગરનું બાઇક લઈને નીકળેલા બન્ને શખ્સોને પોલીસે અટકાવ્યા બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો

 

મોરબી : મોરબીમાં એ ડિવિઝન સર્વેલન્સની ટીમે નંબર પ્લેટ વગરના બાઇક ઉપર જતા એક યુવાન અને એક સગીરને પકડી પાડ્યા હતા. બાદમાં પ્રાથમિક પૂછપરછમાં બન્નેએ પાંચ મોટરસાયકલની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. પાંચેય ચોરીના બનાવના પોલીસે મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાયના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ.બી.પી.સોનારાની સુચના અને માર્ગદર્શન મુજબ એ ડિવિઝન સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન એક નંબર પ્લેટ વગરનું ત્રીપલ સવાર મોટર સાયકલ નિકળતા તેને અટકાવ્યું હતું.

રિયાઝભાઈ ઉર્ફે ભાવેશ ફતેમામદભાઈ ભટ્ટી ઉ.વ.24 ધંધો મચ્છીની દુકાનમાં, રહે. વિશિપરાવાળા પાસે મોટર સાયકલના કાગળ ન હોય જેથી સ્પ્લેન્ડરના ચેસીસ નંબર અને એન્જીન નંબર તથા સિટી પોલીસ મથકમાં દાખલ થયેલ વાહન ચોરીના ગુનામાં રજીસ્ટર નંબર પોકેટ કોપ દ્વારા સર્ચ કરતા મોટર સાયકલ અન્યના નામે નીકળ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં રિયાઝે આ બાઇક તેમની સાથે રહેલા એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર સાથે મળીને દરબારગઢ, જાની શેરીમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

- text

આ ઉપરાંત રિયાઝે તાજેતરમાં મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલાં લૂંટના ગુનાના આરોપી આફતાબઅલી ઉર્ફે અશો જાકબઅલી ભટ્ટી રહે. વિશિપરાવાળા સાથે મળી આશરે બે મહિના પહેલા ટીંબડી પાટિયા પાસેથી મોટર સાયકલની ચોરી કરેલાની કબૂલાત આપી છે. આ ઉપરાંત મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી શ્રદ્ધાપાર્ક સોસાયટીમાંથી પકડાયેલા આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે મળી મોટર સાયકલની ચોરી કરેલાની કબૂલાત આપી હતી.

બે આરોપીની આ ટોળકી ઝડપાતા સામે મોરબી સિટી એ ડિવિઝનમાં 3, મોરબી સિટી બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથકમાં એક-એક બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ કામગીરીમાં પીએસઆઈ વી.જી. જેઠવા, હેડ કોન્સ. પ્રફુલ્લભાઈ પરમાર, કિશોરભાઈ મિયાત્રા, મનસુખભાઇ દેગામડીયા, કોન્સ. ભાનુભાઈ બાલાસરા, ચકુભાઈ કરોતરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઈ મિયાત્રા, સંજયભાઈ બાલાસરા, રાજુભાઇ બોરીચા તથા ભરતભાઈ હુંબલ રોકાયેલ હતા.

- text