સાવધાન : રવાપર રોડની દુકાનોમાં ખરીદીના નામે છેતરપીંડી કરતી બે અજાણી મહિલાઓ

- text


ટુ વહીલર વાહનમાં આવી દુકાનોમાં વસ્તુ ખરીદવાના બહાને વસ્તુઓ લઈને બન્ને મહિલાઓ રફુચક્કર થઈ જતી હોવાની વ્યાપક ફરિયાદ : વેપારીઓએ પોલીસને કરી રજુઆત

મોરબી : મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ કેનાલ રોડ, આલાપ રોડ અને નરસંગ ટેકરી મંદિરની આજુબાજુના વિસ્તારમાં આવેલી દુકાનોમાં ખરીદીના નામે છેતરપીંડી કરતી બે અજાણી મહિલાઓ ઘણા સમયથી સક્રિય થઈ છે. આ બન્ને મહિલાઓ ટુ વહીલર વાહનમાં અહીં આવે છે અને અલગ અલગ દુકાનોમાં જઈને વસ્તુઓ દેખાડવાના બહાને વસ્તુઓ લઈને રફુચક્કર થઈ જતી હોવાની સ્થાનિકોમાં વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ અંગે અંતે મહિલાઓના સીસીટીવી ફૂટેજ સાથે વેપારીઓએ પોલોસને રજુઆત કરી છે.

રવાપર રોડ સહિતના આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ ચીજવસ્તુઓની દુકાનો ધરાવતા વેપારીઓ તથા સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે બે અજાણી મહિલાઓ વસ્તુઓ ખરીદવાના બહાને ચોરી કરી રહી છે. જો કે વચ્ચે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. આ બન્ને મહિલાઓ નજીકની કરીયાંણાની કે કટલેરી દુકાન તેમજ શાકભાજીની લારી અને કપડાંની દુકાને જઈ કસબ અજમાવે છે. જેમાં આલાપ રોડ ઉપર અને લીલાપર કેનાલ રોડ ઉપર અલગ અલગ દુકાનોમાં તથા પાથરણાવાળા અને શાકભાજીની લારીએ જઈને આ બન્ને મહિલાઓ વસ્તુ બતાવો અને વસ્તુ બતાવ્યા બાદ બિલ બનાવો, બાજુમાં રહું છું હમણાં પૈસા આપી જઈશ તેવું કહીને વસ્તુઓ લઈને ચાલતી પકડે છે.

જોકે શરૂઆતમાં રોકડેથી વસ્તુઓ ખરીદી કરતી હોય વેપારીઓમાં વિશ્વાસ બંધાય ગયા બાદ આવી રીતે છેતરપીંડી કરે છે. કોઈ નાના વેપારીઓ હોય અને સામાન્ય વસ્તુઓની ચોરી થઈ હોવાથી ફરિયાદ કરવાનું ટાળે છે. પરંતુ અલગ અલગ ઘણી બધી દુકાનોમાં આ બન્ને મહિલાઓ છેતરપીંડી કરી હોવાનું ધ્યાને આવતા વેપારીઓએ પોલીસને રજુઆત કરી હતી.

- text

 

- text