ડેઈલી માર્કેટ રિપોર્ટ : કોટનના વાયદામાં ૩૩,૯૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૫૬,૦૫૦ ગાંસડીના સ્તરે

- text


 

સીપીઓ, કપાસમાં સુધારો: મેન્થા તેલ, રબરમાં નરમાઈ: સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં તેજીની આગેકૂચ: પ્રથમ સત્રમાં રૂ.૧૨૩૭૩ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૮૧૮૮૭ સોદામાં રૂ.૧૨૩૭૩.૪૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ રહી વાયદા વધુ વધ્યા હતા. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદામાં ૩૩,૯૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૫૬,૦૫૦ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કોટન, મેન્થા તેલ, રબરના વાયદા ઘટવા સામે સીપીઓ, કપાસમાં સુધારો ભાવમાં થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૩૦૪૪ સોદાઓમાં રૂ.૫૪૯૮.૬૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૦૭૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૨૯૧ અને નીચામાં રૂ.૪૯૦૭૭ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૨ વધીને રૂ.૪૯૧૫૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૧ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૪૬૦ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૮૯૬ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૧ વધીને બંધમાં રૂ.૪૯૧૬૨ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૩૭૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૬૪૫ અને નીચામાં રૂ.૬૬૧૨૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩૧ વધીને રૂ.૬૬૨૬૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૨૧૭ વધીને રૂ.૬૬૨૪૬ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૨૩૦ વધીને રૂ.૬૬૨૪૯ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૧૬૪૦ સોદાઓમાં રૂ.૨૬૪૦.૨૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૯૧૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૩૭ અને નીચામાં રૂ.૩૯૦૮ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨ વધીને રૂ.૩૯૩૦ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૫૪૨૭ સોદાઓમાં કુલ રૂ.૬૭૫.૪૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૦૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૧૩૦ અને નીચામાં રૂ.૨૧૦૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦ ઘટીને રૂ.૨૧૦૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૨૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૮ વધીને બંધમાં રૂ.૯૨૫.૮ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૬૯.૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૯.૮ અને નીચામાં રૂ.૯૬૦.૧ રહી, અંતે રૂ.૯૬૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૯૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૦૧.૫ અને નીચામાં રૂ.૧૧૮૭.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૫૦ વધીને રૂ.૧૧૯૮ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૫૧૨ સોદાઓમાં કુલ રૂ.૨૯૫૭.૩૯ કરોડ ની કીમતનાં ૬૦૧૦.૬૮૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૧૫૩૨ સોદાઓમાં કુલ રૂ.૨૫૪૧.૨૯ કરોડ ની કીમતનાં ૩૮૨.૭૦૭ ટન, ક્રૂડ તેલમાં ૩૬૮૪ સોદાઓમાં રૂ.૨૫૬.૩૩ કરોડનાં ૬૫૩૫૦૦ બેરલ્સ, કોટનમાં ૭૪૯ સોદાઓમાં રૂ.૭૨.૦૯ કરોડનાં ૩૩૯૭૫ ગાંસડી, સીપીઓમાં ૪૫૬૦ સોદાઓમાં રૂ.૫૯૫.૩૭ કરોડનાં ૬૫૪૩૦ ટન, મેન્થા તેલમાં ૫૫ સોદાઓમાં રૂ.૬.૫૯ કરોડનાં ૬૮.૦૪ ટન, કપાસમાં ૧૬ સોદાઓમાં રૂ.૩૮.૨૩ લાખનાં ૬૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૮૩૧૮.૬૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૩૯.૭૩૯ ટન, ક્રૂડ તેલમાં ૨૦૧૫ બેરલ્સ, કોટનમાં ૧૫૬૦૫૦ ગાંસડી, સીપીઓમાં ૮૭૬૦૦ ટન, મેન્થા તેલમાં ૧૩૮.૨૪ ટન અને કપાસમાં ૨૯૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૫ અને નીચામાં રૂ.૧૫૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૨.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૭૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૭૨ અને નીચામાં રૂ.૨૭૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૧ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૨૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૭૦ અને નીચામાં રૂ.૧૨૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૪૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૧ અને નીચામાં રૂ.૪૩૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯૩ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૮૧.૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૫ અને નીચામાં રૂ.૧૭૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૪.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૦.૨ અને નીચામાં રૂ.૧૨૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૬.૨ બંધ રહ્યો હતો.

- text