હળવદ : ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે હળવદ નજીક ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૧૭ ના રોજ બાતમીના આધારે નવા ધનાળા ગામના પાટીયા પાસે હળવદ માળીયા હાઇવે રોડ ઉપર ઈંગ્લિશ દારૂની બોટલો સાથે નીકળેલા આરોપી ગૌતમભાઇ ઉર્ફે જગો હરીભાઇ ઉર્ફે કાળુભાઇ રેવર (ઉ.વ ૨૫ રહે ગામ સોલડી નર્સરી પાછળ તા.ધાંગધ્રા જી સુરેન્દ્રનગર) ને ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલ બંધ બોટલ નંગ ૬ જેની કિ.રૂ ૨૪૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text