વાંકાનેર બાઉન્ડ્રી પાસે સતત બીજા દિવસે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું : 500 પેટીથી વધુ દારૂ હોવાનું અનુમાન

- text


 

મોરબી એલસીબીની કાર્યવાહી : ઇંધણના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો હતો દારૂ :  હાલ ગણતરી ચાલુ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી પાસે આજે સતત બીજા દિવસે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. જેમાં પેટ્રોલ કે ડીઝલ જેવા ઇંધણના ટેન્કરમાં છુપાવીને દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો.  હાલ આ ટેન્કરમાંથી દારૂની ગણતરી ચાલી રહી છે. જો કે તેમાં 500 પેટીથી વધુ દારૂ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગઈકાલે સાંજના અરસામાં આર.આર.સેલે બાતમીના આધારે કન્ટેઇનરમાંથી રૂ.24.49 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. આ જ ઘટનાનું આજે પણ પુનરાવર્તન થયું છે. આજે સાંજના અરસામાં મોરબી એલસીબીએ બાતમીના આધારે NL 01 L 5509 નંબરનું ટેન્કર શંકાસ્પદ જણાતા તેને ઉભું રાખી તપાસ કરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

- text

હાલ પોલીસ દ્વારા આ ટેન્કરમાં રહેલા દારૂની ગણતરી ચાલી રહી છે. આ ટેન્કરના ડ્રાઇવરની ધરપકડ કરી તેની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. આ ટેન્કરમાં અંદાજે 500 પેટીથી વધુ વિદેશી દારૂ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે અંદાજે 24 લાખની કિંમતનો વિદેશી દારૂ પકડાયા બાદ આજે પણ બીજો 20 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાતા દારૂના ધંધાર્થીઓમાં સોપો પડી ગયો છે.

- text