યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


આપવાના આનંદ કાર્યક્રમ હેઠળ ગરીબ બાળકોને ભાવતા ભોજનીયા કરાવાયા

મોરબી : મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય દિનેશભાઇ રબારીના જન્મદિવસ નિમિત્તે આજે ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. આમ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના સક્રિય સભ્ય તરીકે નિષ્ઠાથી કામ કરતા અને દરેક સેવાકીય પ્રવૃત્તિમાં હરહમેશા અગ્રેસર રહેતા એવા દિનેશભાઈ રબારીના જન્મદિવસની આજે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ આપવાના આનંદ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝૂંપડપટ્ટીના બાળકોને ભાવતા ભોજનીયા કરાવીને તેમના ચહેરા ઉપર હાસ્ય રેલાવવામાં આવ્યું હતું.

- text

- text