મકનસર નજીક ટ્રક હડફેટે તરુણનું મોત

- text


મોરબી ; મોરબીના મકનસર ગામ નજીક આવેલ પ્રેમજીનગર પાસે ટ્રકની હડફેટે તરુણનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા લાલજીભાઇ ધમાભાઇ કુંઢીયાના ભાઇના દિકરા કરણ ઉવ ૧૨ આશરે વાળો ગઈકાલે તા.૯ ના રોજ સાંજના સમયે
પ્રેમજીનગર-મકનસર ગામ નજીક ઇંટોના ભઠા પાસે ર્સવિસ રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો તે સમયે ટ્રક નં TN 52 L 9410 ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી નિકળી કરણ ઉવ ૧૨ આશરે વાળાને હળફેટે લેતા તેના માંથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે લાલજીભાઇ ધમાભાઇ કુંઢીયાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text