મોરબીમાં આઈએમએ દ્વારા ફાયર સેફટી અને ઇમરજન્સી મેનેજમેન્ટ ઉપર યોજાયો સેમિનાર

- text


મોરબી : આઈએમએ ( ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા સ્ટાફ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત ફાયર સેફટી અને ઇમરજન્સી મેનેજમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલિટી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન અને મેનેજીંગ ડિરેકટર ડો. વિનોદ કૈલા દ્વારા ફાયર સેફટી અને ઇમરજન્સી મેનેજમેન્ટ વિષય ઉપર સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

આ માર્ગદર્શનમાં ફાયરના વિષયની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટના જાણીતા ફાયર કન્સલ્ટન્ટ ચારમીન પટેલ દ્વારા આગ લાગે ત્યારે શું કરવું તેની સમજણ અને પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. બધી હોસ્પિટલના સ્ટાફ અને ડોકટર મિત્રોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. આ તબક્કે આઈએમએ મોરબી બ્રાન્ચના પ્રમુખ ડો.વિજયભાઈ ગઢિયા, મંત્રી ડો. દિપકભાઈ અઘારા, ડો. મનીષ સનારીયા, ડો. જ્યેન્દ્ર અઘારા, ડો. અલ્પેશ ફેફર ( પ્રોગ્રામ કો- ઓર્ડિનેટર) હાજર રહ્યા હતા.

- text