મોરબી જિલ્લા કલેકટર સહિત 10 આઈએએસ અધિકારીઓને મળ્યા પ્રમોશન

- text


 

મોરબી : મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ સહિત 10 આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. આ અધિકારીઓના પે મેટ્રિક્સ લેવલ 13 કરી આપવામાં આવ્યા છે.

- text

રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યના 2008ની બેચના 10 આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. સુરત કલેકટર ડો. ધવલકુમાર પટેલ, રાજકોટ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, જોઈન્ટ સેક્રેટરી- ફાયનાન્સ સાઇદંગપુઇ છકછુક, પાટણ કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી, મોરબી કલેકટર જે.બી. પટેલ, સુરત ડીડીઓ એચ.કે. કોયા, ડિરેકટર-કમિશનરેટ ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ એ.એમ.શર્મા, મહેસાણા ડીડીઓ એમ.વાય. દક્ષિણી, ખેડા- નડિયાદ ડીડીઓ ડી.એસ.ગઢવી અને રજિસ્ટ્રાર ઓફ કો- ઓપરેટિવ સોસાયટી ડી.પી. દેસાઈનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓના પે મેટ્રિક્સ લેવલ 13 – 1,23,100થી 2,15,900 કરી આપવામાં આવ્યા છે.

- text