ધાંગધ્રાથી દ્વારકા પગપાળા નીકળેલ ભરવાડ સમાજનો સંઘ હળવદ પહોંચ્યો

- text


 

ધાંગધ્રાના મચ્છુ યુવા ગ્રુપ દ્વારા કરાયું છે આયોજન: આઠ તારીખે સંઘ દ્વારકા પહોંચી દ્વારકાધીશને ધજા ચઢાવશે

હળવદ: ધાંગધ્રા ખાતે આવેલ મચ્છુ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી ધાંગધ્રાથી દ્વારકા સુધી પગપાળા સંઘનું આયોજન કરવામા આવી રહ્યું છે ત્યારે ઓણસાલ ત્રીજા વર્ષે પણ આ મચ્છુ યુવા ગ્રુપ દ્વારા દ્વારકા સુધીના પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંઘ આજે સવારના ધાંગધ્રા ખાતે આવેલ રેલવે સ્ટેશનથી રવાના થયો હતો જે આજે મોડી સાંજે હળવદ પહોંચ્યો છે અને આઠ તારીખે દ્વારકા પહોંચી ભગવાન દ્વારકાધીશને ધજા ચઢાવશે.

- text

ધાંગધ્રા ખાતે આવેલ મચ્છુ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી ભરવાડ સમાજનો દ્વારકા સુધીના પગપાળા સંઘનું આયોજન કરવામાં આવતું હોય છે જે આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે અને આજે ધાંગધ્રા ખાતે આવેલ રેલવે સ્ટેશન થી દ્વારકા જવા પગપાળા સંઘ રંગેચંગે રવાના થયો હતો આ પગપાળા સંઘમાં ભરવાડ સમાજના ૧૫૦થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે આજે દ્વારકા જવા રવાના થયેલ સંઘ આઠ તારીખે દ્વારકામાં પહોચશે અને ભગવાન દ્વારકાધીશને ધજા ચઢાવશે તેમ ગોવિંદભાઈ ગમારા અને સતિષભાઈ રાણગા એ જણાવ્યું હતું.

- text