મોરબી : દિયાન પેપર્સ કંપની દ્વારા કારખાનાના મજૂરોને સ્વેટર અને શાલનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લાના રાતાવીરડા ગામ ખાતે આવેલ દિયાન પેપર્સ કંપની દ્વારા કારખાનાના મજૂરોને સ્વેટર અને શાલનું વિતરણ કરાયું હતું. આ વિતરણ કંપનીના ભાગીદારના પરિવારના સભ્યો સ્વ. નાગજીભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા તથા સ્વ. નર્મદાબેન ગણેશભાઈ પનારાની પુણ્યતીથી નિમિત્તે કરવામાં આવ્યું હતું. સદગતની પુણ્યતિથિ નિમિત્તે દિયાન ગ્રુપના દરેક કારખાનાના મજુર તથા તેમના બાળકોને સ્વેટર તથા શાલ આપીને મજુરોને ઠંડીમાં હૂંફ આપી હતી.

- text

- text