હળવદ-ધ્રાંગધ્રામાં રૂ. 40.93 કરોડ રોડ માટે મંજૂર થયા, 15 રોડનું નવીનીકરણ થશે

- text


રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા

હળવદ : ધાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા પોતાના મતવિસ્તારમાં રોડ-રસ્તાના કામ અર્થે રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા હળવદ-ધાંગધ્રામાં રૂ. ૪૦.૯૩ કરોડના ખર્ચે રોડ-રસ્તાના કામો મંજુર કરવામાં આવ્યા છે. જેમાં માર્ગ-મકાન હસ્તકના રોડ માટે રૂ. ૩૦ કરોડ અને માર્ગ-મકાન પંચાયત હસ્તકના રોડ માટે રૂ. ૧૦.૯૩ કરોડ મંજૂર કરાયા છે.

ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પ્રયાસો થકી હળવદ-ધાંગધ્રાના પંચાયત હસ્તકના અને આર.એન.બી. સ્ટેટ હસ્તકના મળી કુલ ૧૫ જેટલા રોડના કામો માટે ૪૦.૯૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવતા આવતા દિવસોમાં આ રોડનું નવીનીકરણ થશે. રાજ્ય સરકાર દ્વારા રોડ માટે રૂપિયા મંજૂર કરવાના પગલે લોકોને સારી સગવડનો લાભ મળશે. અને ખાસ કરીને એક ગામથી બીજા ગામ જવા માટે ખરાબ રસ્તાઓને કારણે લોકોને પારાવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેમાંથી છુટકારો મળશે. આમ, ધારાસભ્યોના પ્રયાસોથી રસ્તાઓનુ નવીકરણ થશે.

ક્યા-ક્યા ગામોને જોડતા માર્ગોનું નવીનીકરણ થશે?

રાજ્ય સરકાર દ્વારા રસ્તાના કામો માટે નવીનીકરણની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રામપરા-કોંઢ-ઢવાણા-૧૬ કી.મી, હળવદ-મયુરનગર-રાયસંગપર-ધનાળા-સુસવાવ રોડ-૧૧.૫૦ કી.મી, ધ્રાંગધ્રા-કોંઢ-સરા રોડ-૩૮ કી.મી, થરા-ભરાડા-વસાડવા રોડ-૧૨ કી.મી ઉપરોક્ત ચારેય રોડનું રૂ. ૩૦ કરોડના ખર્ચે નવિનીકરણ કરાશે.

- text

જ્યારે કોંઢ-લિયા રોડ-૮ કી.મી, રામપરા-રાવળીયાવદર રોડ-૪.૭૦ કી.મી, વ્રજપર એપ્રોચ રોડ-૨.૮૦ કી.મી, ચુલી-જીવારોડ-૬ કી.મી, રાજગઢ-ગાળા-મેથાણ રોડ-૮ કી.મી, નિમકનગર ટુ સોલ્ટ ગંજ એરીયા રોડ-૩કી.મી, હળવદ-વેગડવાવ-ધણાદ-રણમલપુર રોડ-૧૭ કી.મી, ઢવાણા-જીવા રોડ-૬ કી.મી, મીયાણી-મયાપર-ઈંગોરાળા રોડ-૩ કી.મી, કોયબા એપ્રોચ રોડ-૫.૨૦ કી.મી, માનગઢ એપ્રોચ રોડ-૨.૬૦ કી.મી મળી કુલ ઉપરોક્ત અગીયાર રોડ માટે ૧૦.૯૩ કરોડ મંજૂર થયા છે.

- text