કૃષિ કાયદાઓ ખેડૂતોની સાથે આમ જનતા માટે પણ નુકસાનકર્તા : ઇન્દ્રનીલ રાજ્યગુરુ

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કૃષિ સંબધિત કાયદાનો વિરોધ કરાયો : આંદોલનમાં શહીદ થયેલા 22 ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : કેન્દ્ર સરકારના કૃષિ સંબધિત ત્રણ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ ખેડૂત આંદોલનના ટેકામાં અને કૃષિ સંબધિત ત્રણ કાયદાઓના વિરોધમાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આ કાયદાઓનો વિરોધ કરી રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કૃષિ સંબધિત ત્રણ કાયદા ખેડૂતોની સાથે આમ જનતા માટે નુકશનકર્તા હોવાનું જણાવ્યું હતું. આ તકે ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા 22 ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરેલ કૃષિ સંબધિત ત્રણ બિલો અમલમાં મુકવામાં આવશે તો ખેડૂતોની સાથે સામાન્ય લોકો પણ પાયમાલ થઈ જશે. અને ઘણી બધી તકલીફ ભોગવવી પડશે. કારણ કે સંગ્રહખોરી વધી જશે. જેથી, ભાવો પણ આસમાને પહોંચી જશે. તેથી, આ કાયદો ખેડૂતોની સાથે સામાન્ય લોકો માટે પણ પડકારરૂપ છે. આ તકે ખેડૂત આંદોલન.દરમ્યાન શહીદ થયેલા 22 જેટલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના કાર્યકરી પ્રમુખ એલ.એમ.કંઝારીયા, કોંગ્રેસના આગેવાનો જયેશભાઇ કાલરીયા, કે.ડી.બાવરવા, કે.ડી.પડસુબિયા, કોંગ્રેસના પીઢ અગ્રણી જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, નાથાભાઈ ડાભી સાહિતનાએ દિવંગત ખેડૂતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

- text