નાની વાવડી ગામે કેનાલમાં પડી ગયેલા રોઝડાનો ગ્રામજનોએ મહામહેનતે જીવ બચાવ્યો

- text


મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામ નજીક પસાર થતી પાણીની કેનાલમાં ગત રાત્રે રોઝડું અચાનક ખાબકયું હતું. કેનાલમાં પડી ગયા બાદ રોઝડાનો કણસવાનો અવાજ આવતા ગ્રામજનો કેનાલ પાસે દોડી ગયા હતા. જો કે રાત્રીના અંધકારના કારણે કેનાલમાંથી રોઝડાને હેમખેમ બહાર કાઢવું મુશ્કેલ હતું. તેમ છતાં ગ્રામજનોએ ટોચના અજવાળે કોનાલમાંથી રોઝડાને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને ગ્રામજનોએ મહામહેનતે કેનાલમાંથી રોઝડાને હેમખેમ બહાર કાઢીને સલામત જગ્યાએ છોડી દેવામાં આવ્યું હતું. ગ્રામજનોની મહામહેનતે એક અબોલ પશુનો જીવ બચી ગયો હતો.

- text

- text