મોરબી શહેરમાં બે સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


મોરબી : ગઈકાલે તા. 20ના રોજ મોરબી શહેરમાં બે સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જે પોલીસે કબ્જે કર્યો છે.

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં આરોપી ઘનશ્યામ ઉર્ફે યોગરાજ દિલીપભાઇ ચાવડાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વ્હીસ્કીની બોટલો નંગ 19 (કિં.રૂ. 7125)નો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે આરોપી ઘનશ્યામ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના શનાળા રોડ પર ખાનગી હોસ્પીટલ પાસેથી એઝાઝભાઇ સમીરભાઇ લઘાણીને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂ વ્હીસ્કીની બોટલ નંગ-2 (કિ.રૂ. 600/-) સાથે પકડી પાડવામાં આવ્યો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી એઝાઝ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોપી એઝાઝની અટકાયત કરવામાં આવી છે.

- text