રવાપરના સસ્પેન્ડેડ મહિલા સરપંચના પતિ, તલાટી મંત્રી સહિત 3 લોકો વિરુદ્ધ એટ્રોસિટી ફરિયાદ

- text


2 મહિના પહેલા ગ્રામ પંચાયતની મિટિંગમાં મહિલા સરપંચ અને સભ્ય હાજર ન રહેતા ટકોર કરતા મારામારી કરી

મોરબી : મોરબીના રવાપર ગામમાં ગત 16 ઓક્ટોબરના રોજ ગ્રામ પંચાયતની બેઠક મળી હતી. આ બેઠકમાં તત્કાલીન મહિલા સરપંચ રમાબેન સંજયભાઈ અધારા, મહિલા સભ્ય ભારતીબેન જારીયાએ હાજર રહેવાને બદલે રમાબેનના પતિ સંજયભાઈ ધરમશી અધારા અને ભીખાભાઇ જારીયાએ બેઠકમાં હાજરી આપી હતી.

આથી, ફરિયાદી વિનોદભાઈ દેવજીભાઈ ચાવડાએ તલાટી મંત્રીને જણાવ્યુ કે આ બન્ને શખ્સ ચૂંટાયેલ પ્રતિનિધિ નથી. જે પ્રતિનિધિ છે તેને હાજર રાખો તેમ કહેતા તલાટીમંત્રી, મહિલા સરપંચના પતિ અને સભ્યોએ ગાળાગાળી કરી વિનોદભાઇ ચાવડાનો કાંઠલો પકડ્યો હતો. અને ગ્રામ પંચાયત ઓફિસમાંથી ધક્કો મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ અંગે એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એકટ વિરુદ્ધ ગુન્હો નોંધી હતી. આ અંગે વધુ તપાસ એસ.સી.એસ.ટી. ડીવાયએસપી આઈ. એમ. પઠાણ ચલાવી રહ્યા છે.

- text

- text