વાંકાનેર : શિક્ષિકા રચનાબેનએ Ph.Dની પદવી મેળવી, અગ્રણીઓએ શાલ ઓઢાડી સન્માન કર્યું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વતની અને હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં મોરાર રચનાબેન હીરાભાઈ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં “આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા શક્તિ કસોટીની રચના અને પ્રમાણીકરણ” વિષય પર મહા નિબંધ એમ. એમ. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગરના પ્રો. ડૉ. શાંતિલાલ એલ. ભોરણીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યા હતો. આ મહા નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી રચનાબેનને પીએચડીની પદવી એનાયત કરેલ છે.

ડૉ. રચનાબેન એચ. મોરારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવીને મોરાર પરિવાર, શિક્ષક પરિવાર તથા વાંકાનેરનું ગૌરવ વધારેલ છે. તે બદલ આજ ગઈકાલે સમાજના આગેવાનો દ્વારા સત્કાર સમારોહ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા, પૂર્વ મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા મોરબી, જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના મીડિયા ઇન્ચાર્જ ચિરાગ સોલંકી, તેમજ પુવૅ નગરપાલિકા કાઉન્સિલર મૂળજીભાઈ ગેડીયા, વાંકાનેર શહેર ભાજપ મંત્રી જગદીશભાઈ સોલંકી સહિતના લોકોએ ઉપસ્થિત રહી સન્માન કરેલ હતું.

- text

- text