ટંકારા નજીક વોકળામાં કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવે તે પૂર્વ જ પોલીસ ત્રાટકી, ટેન્કરચાલક ફરાર

- text


પોલીસે જોખમી એસિડ-કેમિકલ ભરેલું ટેન્કર કબ્જે કરીને ટેન્કરચાલક સામે ગુન્હો નોંધ્યો

ટંકારા : ટંકારા નજીક વોકળાના પાણીમાં માનવ હિત માટે જોખમી એસિડ-કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવી રહ્યો રહ્યો હતા. તે વખતે પેટ્રોલિંગમાં રહેલી ટંકારા પોલીસ ત્યાં ત્રાટકી હતી. આથી, ટેન્કરચાલક ત્યાં જ કેમિકલ ભરેલું ટેન્કર રેઢું મૂકીને પલાયન થઈ ગયો હતો. હાલ પોલીસે ટેન્કરચાલક સામે જાહેરમાં પ્રદુષણ ફેલાવવા બદલ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફ ગત રાત્રે ટંકારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમ્યાન આરોપી પોતાના ટેન્કર નંબર- જી.જે.૩૮.ટી.૪૦૯૪ વાળામાં આરાધ્યા ઇન્ડ્રીસ્ટ્રીઝમાંથી ભરેલ સ્પેન્ટ સલ્ફયુરીક એસીડ એસ.એમ કેમીકલ્સ જામગોડ દૈવાસ મધ્યપ્રદેશ ખાતે ખાલી કરવાના બદલે રાજકોટ-મોરબી રોડ ધ્રુવનગર ગામની આગળ જીવા મામાની જગ્યા સામે સાયણ નામના પાણીના વોકળાના પુલ ઉપરથી નીચે પાણીમાં ખાલી કરતો દેખાયો હતો. આથી, પેટ્રોલીગમાં રહેલી પોલીસ તુરંત જ ત્યાં ત્રાટકી હતી. પોલીસને ઓચિંતા આવેલી જોઈને આરોપી ટેન્કર ચાલકને હોશકોશ ઉડી જતા તેણે કેમિકલ ભરેલું ટેન્કર ત્યાં જ રેઢું મૂકીને ફરાર થઈ ગયો હતો.

- text

બાદમાં પોલીસે સ્થળ ઉપરથી ટેન્કરમાં સ્પેન્ટ સલ્ફયુરીક એસીડ આશરે ૧૮૦૦૦ લીટરની કિ.રૂ. ૨૧,૦૦૦ તથા ટેન્કર નંબર-જી.જે.૩૮.ટી.૪૦૯૪ ની કિ.રૂ. ૪,૫૦,૦૦૦ તેમજ એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦ અને ટેકસ ઇન્વોઇસ એમ કુલ કિ.રૂ. ૪,૭૧,૫૦૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે ખુદ ફરિયાદી બની આરોપી ટેન્કરચાલક સામે મનુષ્યની જિંદગીને અસર પોંહચે તે રીતે પાણીનુ તથા હવાનુ પ્રદુષણ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text