કચ્છ એક્સપ્રેસ ટ્રેન હવે ફરીથી હળવદ સ્ટોપ કરશે

- text


હળવદ : કોરોના વૈશ્વિક મહામારીની અસર વાહન વ્યવહાર પણ પડી હોય અને સંક્રમણ વધે નહિ તે ઉદેશ થી અનેક રેલવે પેસેન્જર ટ્રેન બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ દરેક ક્ષેત્રમાં આંશિક છૂટછાટોથી ફરી જન જીવન સામાન્ય બને તે માટે અનેક નિર્ણયો લેવાઈ રહ્યા છે. એજ રીતે કચ્છ એક્સપ્રેસ ટ્રેન જે વર્ષો થી હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ મળી રહ્યો હતો પરંતુ કોરોના મહામારીના કારણે હળવદ સ્ટેશન ખાતે સ્ટોપેજ થતો નહોતો પરંતુ આવતીકાલથી રેગ્યુલર હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ મળશે. જેના લીધે હળવદ તથા આસપાસના વિસ્તારના મુસાફરોને કચ્છ કે મુંબઈ તરફ જવા આવવા માટે સરળતા રહેશે.

- text