મોરબી-રાજકોટ હાઇવે પર ટ્રકની પાછળ કાર અથડાઈ

- text


ટંકારા : ટંકારાના રાજકોટ-મોરબી રોડ પર વિરપર નજીક ટ્રક પાછળ કાર અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે જાનહાની ન થતા રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ટંકારામાં વાહનોથી સતત ધમધમતા રહેતા રોડ એવા રાજકોટ-મોરબી નેશનલ હાઈવે પર આજે સવારના ટાંકણે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘુસી જતા કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો અને વાહનચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કારમાં સવારને બહાર કાઢી લીધા હતા. સદનસીબે ગંભીર અકસ્માત હોવા છતાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text