રાજકોટનો કુખ્યાત બુટલેગર વાંકાનેરમાં તેના ફાર્મ હાઉસ પાસેથી ઝડપાયો

- text


આરોપી વિદેશી દારૂના ગુનામાં ફરાર હતો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા આંતર જિલ્લાના ઈંગ્લીશ દારૂના ગુનામાં ફરાર કુખ્યાત પ્રોહીબિશન બુટલેગર ફીરોઝ ઉર્ફે ફીરીયાને તેના ફાર્મ હાઉસ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમના પેટ્રોલીંગ દરમ્યાન રાજકોટ ગ્રામ્ય, શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ફીરોઝ ઉર્ફે ફીરીયો હાસમભાઇ મેણુ (ઉ.વ. 38, રહે. રાજકોટ)ને વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓનેસ્ટ હોટલની સામે આવેલ તેના ફાર્મ હાઉસ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી ફિરોઝની ધોરણસર અટક કરી અને પોલીસ સ્ટેશને લાવી વધુ પુછપરછ કરી હતી. તેમજ પોલીસે પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતા રાજકોટ ગ્રામ્ય, લોધીકા પોલીસ સ્ટેશન, ગોંડલ સીટી તથા રાજકોટ સીટી, આજીડેમ પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુનામાં પણ નાસતો ફરતો હોવાનું જણાય આવેલ છે. બાદમાં પોલીસે આરોપીને શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

- text

- text