મોરબીના કાલિકાનગરમાં ખનીજ માફીયાઓનો ત્રાસ, આડેધડ થતા બ્લાસ્ટ જોખમી, લીઝ રદ કરવા માંગ

- text


માફિયાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ગ્રામજનોએ કલેકટરને લેખિત રજુઆત કરી

મોરબી : મોરબી તાલુકાના કાલિકાનગર ગામમાં મોટા પ્રમાણ કાળા પથ્થર નીકળી રહ્યા છે. તંત્ર દ્વારા આડેધડ આ ખાણમાં લિઝની મંજૂરી આપવામાં આવતી હોવાથી ગ્રામજનોનું જીવન દુષ્કર બની ગયું છે. ગામની બાજુમાં આવેલ સર્વે નમ્બર 172 પૈકીના સરકારી ખરાબામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા એક ખાનગી એજન્સીને લિઝ આપી છે. આ લિઝ ખાણ ખનીજ તેમજ અન્ય સરકારી તંત્રનાભ્રષ્ટ અધિકારીઓની દેખરેખ કરી એક માથાભારે શખ્સને આપવામાં આવી હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ લિઝ મેળવનાર લોકો દ્વારા નિયમ વિરુદ્ધ આડેધડ ખોદકામ તેમજ પથ્થર તોડવા મોટા પાયે બ્લાસ્ટ કરવામાં આવે છે અને દાદાગીરી કરી ગામને બાનમાં લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

- text

ગ્રામજનોએ આક્ષેપમાં જણાવ્યું હતું કે આ ક્વોરી ગ્રામ વસાહતથી માત્ર 1 કિમીના અંતરે આવેલ છે. જેના કારણે અહી થતા બ્લાસ્ટથી બાળક અને ગર્ભવતી મહિલાઓને મુશ્કેલી પડી રહી છે. તેમજ ગામમાં પીવાના તેમજ સિંચાઇ માટે મોરબી પાલિકા હસ્તકના તળાવને પણ નુકસાન થઈ રહ્યું છે. આવા બ્લાસ્ટ તેમજ દિવસભર ટ્રકની અવરજવર રહેવાના કારણે ધૂળની ડમરીઓ દીવસભર ઊડે છે અને હવાનું પ્રદુષણ થતું હોવાથી ગ્રામજનોએ કલેકટરને લેખિત રજૂઆત કરી તાત્કાલીક લિઝ રદ કરવા માંગણી કરી છે.

- text