સરકારી તંત્ર દ્વારા ‘ભારત બંધ’ને ધરાર નિષ્ફળ બનાવવાના પ્રયાસો : કોંગી આગેવાનનો આક્ષેપ

- text


ભાજપ સરકાર દ્વારા લોકશાહીની સરા જાહેર હત્યા : રમેશભાઈ રબારી

મોરબી : આજે કૃષિ બિલના વિરોધમાં અને ખેડૂત આંદોલનના સમર્થનમાં ખેડૂત સંસ્થાઓ દ્વારા ‘ભારત બંધ’નું એલાન હતું. જેની મોરબી શહેરમાં નહિવત અસર જોવા મળી હતી. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મોરબીમાં ભારત બંધને ધરાર નિષ્ફળ બનાવવામાં આવ્યું હોવાનો તેમજ ભાજપ સરકાર દ્વારા લોકશાહીની સરા જાહેર હત્યા થઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખેડૂતો દ્વારા આજે તા. 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન હોય. ગુજરાતના ખેડૂતો પણ સહભાગી થવા આગળ આવવા માંગતા હતા. પરંતુ ગુજરાતમાં ભાજપનું શાસન હોય. આથી, બંધને નિષ્ફળ બનાવવા માટે રાતોરાત 144ની કલમનું જાહેરનામું પાડી બંધમાં સામેલ થતાં લોકો સામે સ્થાનિક પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી આંદોલનકારીઓને ભારે પરેશાન કરવામાં આવે છે અને સરકારી તંત્રનો ભારે દુરૂપયોગ કરાય છે.

- text

લોકશાહીમાં પોતાની માંગણી માટે લોકોને શાંત આંદોલન કરવાની છૂટ હોવા છતાં બંધના સમર્થનમાં જે તે લોકો ભાગ લે તેની સામે વિવિધ કાયદાઓ બનાવી અટક કરી લોકો સાથે અન્યાયી તિરસ્કૃત નિતિ તંત્ર અપનાવે છે. જેની સામે સખત વિરોધ છે અને રાતોરાત નતનવા ફરમાનો કરી લોકોને ત્રાસ અપાય છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખો તેમજ ધારાસભ્યોને તથા તેમના કાર્યકરોને તેમજ તેના સમર્થકો ઉદ્યોગપતિઓને તમામ પ્રકારના કોરોના કાળમાં જાહેરનામાં હોવા છતાં ખુલ્લેઆમ શોશ્યલ ડીસ્ટન્સીગનો ભંગ કરી તમામ કાર્યક્રમો કરવા દેવામાં આવે છે. ત્યારે 144ની કલમ કેમ નહી? જે રીતે પેટા ચુંટણીમાં સરકારી તંત્રનો ઉપયોગ કરી ભાજપે વિજય મેળવ્યો તેવી જ રીતે આ ખેડૂત આંદોલનને સરકારી તંત્ર દ્વારા કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓના ઘરે રાત્રીથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ નજરકેદ કરી કોંગ્રેસ ખેડૂત આંદોલનના બંધને સફળ ન બનાવે તેવા સરકારી તંત્ર દ્વારા જોર જબરજસ્તી કરી તમામ પ્રકારના પ્રયાસો થયા છે. છતાં પણ કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ મોરબીના નહેરૂ ગેઈટ ચોકમાં જઈને લોકોને અને ખેડૂત લોકોના હિતમાં બંધમાં જોડાવા અપીલ કરી રહયા હતા. ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરેલ જે ખરેખર નિંદાને પાત્ર છે. આમ, લોકશાહીમાં લોકોનો અવાજ દબાવવાનો અને હિટલરશાહી જેવી નિતિ સરકાર દ્વારા જે અપનાવી છે. તે હવે લોકોએ સમજી લેવું જોઈએ. તેવું જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, લક્ષ્મણભાઈ કંઝારીયા, કે. ડી. પડસુંબિયા, રમેશભાઈ રબારી જણાવી રહયા છે. તેમ મોરબી શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું છે.

- text