મોરબીના ઘૂંટું કોવિડ સેન્ટરમાંથી કોરોનાગ્રસ્ત દર્દી ફરાર : પોલીસ તંત્રમાં દોડધામ

- text


 

 

પોલીસે કોરોનાગ્રસ્ત દર્દીને પકડી લેવા નાકાબંધી કરીને શોધખોળ હાથ ધરી

મોરબી : મોરબીના ઘૂંટું ગામે આવેલ કોવિડ સેન્ટરમાંથી કોરોનાગ્રસ્ત દર્દી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પોલીસે અનેક સ્થળોએ નાકાબંધી કરી આ દર્દીની શોધખોળ ચલાવી હોવાની વિગતો મળી રહી છે.

મોરબીમાં ઘુંટૂ ગામે તંત્ર દ્વારા કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આજે આ સેન્ટરમાથી કોરોનાનો એક દર્દી ફરાર થઈ ગયો હતો. આ અંગે સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓએ તુરંત આરોગ્ય તંત્રને અને પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા બાયપાસ ચોકડી અને ટંકારા તરફના રસ્તે તુરંત નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે.

- text

આ ઉપરાંત પોલીસે કોરોનાના ફરાર દર્દીને શોધવા માટે અન્ય અનેક પ્રયાસો પણ હાથ ધર્યા છે. હાલ તો આ ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોરબીમાં અન્ય જિલ્લામાંથી આવેલ એક કોરોનાગ્રસ્ત દર્દી ફરાર થઈ ગયો હોવાની ઘટના બની હતી.

- text