ધનાળા ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે અજાણ્યા પુરુષનું મોત

- text


હળવદ : હળવદ તાલુકાના ધનાળા ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે અજાણ્યા પુરુષનું મોત થયું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ગત તા. 3ના રોજ માળીયા-હળવદ નેશનલ હાઇવે પર ધનાળા ગામના પાટીયા નજીક અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અજાણ્યા પુરૂષ સાથે ભટકાડી દીધું હતું. આથી, અજાણ્યા પુરૂષનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ આરોપી પોતાનુ વાહન લઇ ભાગી ગયો હતો. હાલમાં પોલીસે મૃતકની ઓળખ કરવા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text