મોરબી જિલ્લાના ચાર પીએસઆઈની આંતરિક બદલી

- text


 

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા દ્વારા મોડી સાંજે ચાર પીએસઆઇની બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં એ ડીવીઝનમાં ફરજ બજાવતા પીએસઆઇ એન. બી. ચુડાસમાંની માળીયા, એમઓબી પીએસઆઇ કે.એચ.રાવલની વાંકાનેર તાલુકા,એ ડીવીઝન પીએસઆઈ એન.એચ.શુક્લાને એમઓબી અને વાંકાનેર તાલુકાના પીએસઆઇ એલ.એન.વાઢીયાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.

- text