કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે મારામારી : તોડફોડ, આગજનીના બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ

- text


મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં ગત તારીખ 15ના રોજ મકાન ભાડે આપવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં છરી, ધોકા વડે હુમલો, ઘરમાં તોડફોડ, બાઈકમાં આગજનીના બનાવમાં પોલીસે બંને જૂથની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રેહાનાબેન રફીકભાઇ ચાનીયા (રહે. કાલિકા પ્લોટ)એ આરોપીઓ આરીફ મીર, કાદર ઉર્ફે બચ્ચન મતવા, ઇમ્તીયાજ સલીમ ભટ્ટી અને ડેનીયો મિસ્ત્રી સામે ફરિયાદ લખાવી છે કે ગત તા. 15ના રોજ કાલીકા પ્લોટમાં કરીમભાઇના બંગ્લા પાસે ફરીયાદીએ પોતાનું મકાન હીન્દી ભાષીને ભાડે આપેલ હોય. જેથી, આરોપી ડેનિયોએ ભાડુઆતને મારેલ હોય. આથી, ફરીયાદીએ આરોપીને કોઈને માર નહી મારવા વાત કરેલ હતી. બાદમાં ફરીયાદી તથા તેમના દાદાના ઘરેથી પરત આવવા નીકળેલ હતા. ત્યારે આરોપીઓએ તેમને રોકી “અહીંથી નીકળવાનું નથી.” તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ફરીયાદી તથા સાહેદના ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં આરોપીઓએ લાકડાના ઘોકા લઇ ઘરમાં ઘુસી નુકશાન કર્યું હતું. તેમજ આરોપીઓએ લાકડાના ધોકા વતી સાહેદોને મુંઢ માર મારેલ હતો. તેમજ ફરીયાદીને ડાબા પગમાં લાકડાનો ધોકા વડે તથા શરીરે ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જયારે આ બનાવમાં સામા પક્ષે મોરબીમાં કાલિકા પ્લોટમાં રહેતા આરીફભાઇ ગુલામભાઇ મીરએ આરોપીઓ સીદીકભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા, આઝાદભાઇ સીદીકભાઇ ચાનીયા, સાહીલ સીદીકભાઇ ચાનીયા તથા સીદીકભાઇનો બનેવી રહીમભાઇ (રહે. બધા મોરબી, કાલીકા પ્લોટ) સામે ફરિયાદ લખાવી છે કે આરોપીઓએ સાહેદ ઇમ્તીયાઝભાઇ તથા ડેનીસભાઇને કોઇ કારણસર છરી વડે પડખામા ઇજા કરી હતી. આથી, બંને સાહેદો ફરીયાદીના ઘર પાસે દોડીને જતા ફરી.ના ઘર પાસે આરોપીઓએ કાચની બોટલોના ઘા કર્યા હતા. અને ત્યા પડેલ અજાણ્યા મોટર સાયકલમા આગ લગાડી નુકસાન કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate

- text