મોરબી નગરપાલિકામાં આજે ધનતેરસે લક્ષ્મીપૂજન કરાયું

- text


મોરબી : અંધકારને દૂર કરીને પ્રકાશનો ઉદય કરવાના પર્વ સમાન દીપોત્સવીના તહેવારો શરૂ થઈ ગયા છે. ત્યારે આજે ધનતેરસે લક્ષ્મીપૂજન કરવાનું વર્ષોથી અનેરું મહત્વ છે. આથી, મોરબી નગરપાલિકા કચેરીમાં આજે ધનતેરસે લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાની તિજોરી કાયમ ભરેલી રહે તેવી લક્ષ્મી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધનતેરસે લક્ષ્મીપૂજનમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, હેડ ક્લાર્ક કાલરીયાભાઈ, એકાઉન્ટ વિભાગ અને નગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text