ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની લાઈનો જ્યારે શહેરી વિસ્તારમાં શરૂઆતના તબક્કે ધીમું મતદાન

- text


મોરબી-માળીયા વિસ્તારમાં ધીમી ગતિએ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ : મતદાનની શરૂઆતમાં 20 જેટલી જગ્યાએ ઇવીએમ શરૂ થવામાં વાર લાગ્યાની ફરિયાદો

મોરબી : 65 મોરબી-માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મંગળવારે સવારે 7:00 કલાકે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. શરૂઆતના તબક્કે મોરબી તેમજ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનને લઈને ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે શહેરી વિસ્તારોના અમુક મતદાન મથકોને બાદ કરતા મતદાનમાં નિરસતા જોવા મળી રહી છે.

મોરબી-માળીયા મતક્ષેત્રમાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાનને લઈને ખાસો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે જ્યારે શહેરી વિસ્તારોના અમુક મતદાન કેન્દ્રોને બાદ કરતાં મતદારોમાં હજી ઓછી માત્રામાં મતદારો પહોંચી રહ્યા છે. જો કે સવારે 8:30 વાગ્યા બાદ ધીમે ધીમે શહેરી મતદારો પણ મતદાન કરવા નીકળી રહ્યા છે.

મતદાન પ્રક્રિયાની શરૂઆતમાં જ 20થી 25 બુથો પર ઈવીએમ મશીનો કામ કરતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી. જોકે તેને ફરી સુધારી લેવામાં આવી હતી. મોરબી- માળીયા મતક્ષેત્રના તમામ મતદાન બૂથ પર આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઈઝર, હેન્ડ ગ્લોઝ, માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરેક જગ્યાએ મતદારો વચ્ચે સામાજિક અંતર જળવાય રહે તે માટેની યથોચિત વ્યવસ્થા પણ કરાઈ છે.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text