ટીકર રોડ પર ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માત : ત્રણ ઇજાગ્રસ્ત

- text


ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા : બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ

હળવદ : હળવદના ટીકર રોડ પર આવેલ મકારી હનુમાનજી ના મંદિર પાસે આજે બપોરના ડમ્પર અને બોલેરો પીકપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેથી તેઓને પ્રથમ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના હળવદ તાલુકાના ટિકર ગામ જવાના રોડ પર આવેલ મકારી હનુમાનજી મંદિર પાસે હળવદ થી ટીકર તરફ જઇ રહેલી બોલેરો પીકપ અને ટીકર તરફથી હળવદ આવી રહેલ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બોલેરો પીકપ માં સવાર ડ્રાઇવર સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

- text

મકારી હનુમાનજી મંદિર પાસે સર્જાયેલા અકસ્માતમાં બોલેરો પીકપમાં સવાર કલ્પેશભાઈ મકાભાઈ સોલંકી ઉંમર 28, ખોડાભાઈ રણછોડભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૨૦ અને વિક્રમ ભાઈ રણછોડભાઈ ઉંમર 35 ને ઈજાઓ પહોંચી છે જેથી તેઓને સુરેન્દ્રનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

- text