મોરબીના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાની સંપત્તિ ત્રણ વર્ષમાં બમણી થઈ!

- text


 

તેઓ અને તેમની પત્ની વર્ષ 2017માં 91.25 લાખના આસામી હતા, હાલની કુલ મિલકત રૂ.2.12 કરોડ

મોરબી : ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને તેમની પત્નીની મળીને 2017માં કુલ 91.25 લાખ મિલકત હોવાનું જાહેર કરાયુ હતું. જ્યારે હાલમાં મેરજાએ 2020માં તેમની અને તેમની પત્નીની મળીને કુલ મિલકત 2.12 કરોડ હોવાનું જાહેર કર્યું છે. આમ ત્રણ વર્ષમાં તેમની મિલકતમાં 1.21 કરોડનો વધારો થયો છે.

બ્રિજેશ મેરજા અને તેમના પત્નીની મિલકતનું સરવૈયું

  • જંગમ મિલકત
    2017 : રૂ. 52.90 લાખ
    2020 : રૂ. 01.10 કરોડ
  • સ્થાવર મિલકત
    2017 : રૂ. 38.34 લાખ
    2020 : રૂ. 01.02 કરોડ

- text