વાંકાનેરના સરતાનપર રોડ પર 70 લી. કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ પર 70 લી. કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 14ના રોજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે બાવળની કાંટમાં છુપાવેલ ગેરકાયદે બાચકાઓ નંગ 2, જે 1 બાચકામાં આશરે 250 મી.લી.ની પ્લાસ્ટીકની કોથળીઓ નંગ 160 તથા બીજા બાચકામાં 5 લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ 6 મળી કુલ કેફી પીણું આશરે લીટર 70 (કિં.રૂ. 1400)નો મુદામાલ મળી આવતો હતો. આ મુદામાલ અરવિંદ ઉર્ફે મનીષ જેસીંગભાઇ ઉડેચા (ઉ.વ. 24)એ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text