હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી ટંકારાથી પકડાયો

- text


હળવદ : નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગની ટીમ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીર વયની બાળાના અપહરણના તથા પોકસોના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે.

મોરબી પોલીસની ટીમને આરોપીઓની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાસતા-ફરતા આરોપી દિપક ઉર્ફે ટકો બળવેદભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ. આશરે 19, રહે. મુળ વેજલપર, તા. માળીયા, હાલ રહે. ટંકારા) ટંકારા મુકામે છે. જેના આધારે પોલીસે આરોપીની આજે તા. 13ના રોજ તપાસ કરતા તે જગ્યાએથી આરોપી મળી આવ્યો હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text