વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે મોરબી સબ જેલમાં માનસિક સ્વાસ્થ્ય અંગે નાટક રજુ કરાયું

- text


જેલમા સજા કાપતા કેદીઓને માનસિક આરોગ્ય વિશેની સમજણ અપાઈ

મોરબી : મોરબી એનસીડી સેલ (નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ) જનરલ હોસ્પિટલ – મોરબી અને દિવ્ય જ્યોતી ગ્રામ વિકાસ કેળવણી મંડળના સહયોગથી મોરબી સબ જેલ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. ૧૦ ઓક્ટોબર એટલે કે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે જનરલ હોસ્પિટલ – મોરબી અંતર્ગત ચાલતો નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અને દિવ્ય જ્યોતી ગ્રામવિકાસ કેળવણી મંડળ અને એમની ટીમ દ્વારા સબ જેલ મોરબી ખાતે સુપ્રિટેન્ડે્ટ એલ. વી. પરમારની અધ્યક્ષતામાં કેદીઓને માનસિક રોગ વિશેની સમજ આપવા એક નાટક પ્રસ્તુત કરીને જેલમાં રહેતા કેદીઓને માનસિક સ્વાસ્થ્ય વિશેની સમજ આપવામાં આવી હતી. આ રીતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં સિવીલ હોસ્પિટલના ડો. હિરેન મોર (સાયકાટ્રીસ્ટ), દિવ્યા ગોહેલ (કલીનિકલ સાયકોલોજીસ્ટ), હિતેશ પોપટાણી (સાયકાટ્રીક સોશ્યલ વર્કર)એ સેવા આપી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text