મોરબીના દરબારગઢથી નેહરુગેટ ચોક સુધીના રોડ પરની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માંગ

- text


નવરાત્રી, દિવાળી પર્વ નજીક હોય, વહેલી તકે રીપેરીંગ કરવા ચીફ ઓફિસરને સામાજિક કાર્યકરની રજુઆત

મોરબી : મોરબી શહેરમાં તમામ મુખ્ય માર્ગ, શેરી મહોલ્લા, ચોક વિસ્તારમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હાલત છે. મોરબીની મુખ્ય બજાર એવા પરા બજાર તેમજ દરબાર ગઢથી ગ્રીન ચોક તેમજ ગ્રીન ચોકથી નેહરુગેટ સુધીનો માર્ગ હજુ પણ બંધ હાલતમાં હોય, જેના કારણે વેપારીઓ તેમજ ત્યાંથી પસાર થતા લોકોને હાલાકી પડી રહી છે.

- text

આ ઉપરાંત, અંધકારને કારણે આ વિસ્તારમાં રાત્રીના સમયે ગુન્હા થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આ બાબતે મોરબીના સામાજિક અગ્રણી રાજુ દવે અને રાજુભાઇ ભમાંણીએ લેખિત રજુઆત પત્ર લખી હતી. જેમાં જેમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં પાલિકા દ્વારા સમયસર વ્યવસાય વેરો ભરતા હોય છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આગામી સમયમાં નવરાત્રી, દશેરા તેમજ દિવાળીનો પર્વ આવતો હોવાથી વહેલી તકે સ્ટ્રીટલાઈટ શરૂ કરવા માંગ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text