બંધુનગર નજીક ટ્રકચાલકે હડફટે લેતા બાઈકસવાર દંપતી ખંડિત થયું

- text


મોરબી : બંધુનગર નજીક ટ્રકચાલકે હડફટે લેતા બાઈકસવાર દંપતી ખંડિત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 27ના રોજ સવારના 11 વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધુનગર નજીક અજીતભાઇ જીવાભાઇ અંબાલીયા તથા તેની પત્ની પ્લેઝર રજી.નં. GJ 03 ED 6526 પર જતા હતા. તે દરમ્યાન ચામુંડા હોટલ સામે મો.સા.ને ટ્રક નંબર GJ 27 TT 3951ના ચાલકે પુરઝડપે પાછળથી હડફેટે લેતા બન્ને પડી ગયા હતા. અજીતભાઇના પત્ની પર ટ્રકનુ વ્હીલ ફરી વળ્યું હતું. અને શરીરે ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ ટ્રકચાલક પોતાનો ટ્રક લઇ નાશી ગયો હતો. હાલમાં પોલીસે ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text