વાંકાનેરના કોઠારીયા ગામે વીજળી પડતા ભેંસનું મોત

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને વાંકાનેરના કોઠારીયા ગામે વીજળી પડતા ભેંસનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેરના કોઠારીયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા દિલીપભાઈ મકવાણા પોતાની વાડીએ પશુઓને રાખે છે.દરમ્યાન ગઈકાલે મોડી સાંજે વરસાદ સાથે વીજળી ત્રાટકતા વાડીએ રહેલી એક ભેંસનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે બીજી ભેંસ બેભાન થઈ ગઈ હતી.પરંતુ આ ભેંસ થોડા વારમાં ઉભી થઇ જતા તેનો.જીવ બચી ગયો હોવાનું જાણવા મળે છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text