મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટની હળતાલનો સુખદ અંત, ટ્રકો ફરી ધમધમ્યા

- text


આજે ટ્રક ટ્રાન્સપોર્ટ અને સીરામીક એસો. વચ્ચેની મીટીંગમાં સીરામીક એસો.એ માલની નુકશાની ટ્રક ભાડામાંથી કપાસ કરવાની મડાંગાંઠ ઉકેલી નાખતા ટ્રાન્સપોર્ટરો હડતાલ સમેટવાની જાહેરાત કરી

મોરબી : મોરબીમાં માલની નુકશાની ટ્રક ભાડામાંથી કપાત કરવાના વિરોધમાં ટ્રંક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા ટ્રક હડતાલ પાડવામાં આવી હતી. જેથી, સીરામીક ઉધોગનો કોરોડોનું ટર્ન ઓવર ખોરવાયું હતું. આથી, આજે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. અને સીરામીક એસો. ટ્રક હડતાલ મુદ્દે સમાધાનની ફોર્મ્યુલા પર આવ્યા હતા. આજે ટ્રક ટ્રાન્સપોર્ટ અને સીરામીક એસો. વચ્ચેની મીટીંગમાં સીરામીક એસો.એ માલની નુકશાની ટ્રક ભાડામાંથી કપાસ કરવાની મડાંગાંઠ ઉકેલી નાખતા ટ્રાન્સપોર્ટરો હડતાલ સમેટવાની જાહેરાત કરી છે.

મોરબીમાં રોડની ખરાબીના કારણે ટ્રકમાં ભરેલી ટાઇલ્સને ભાંગતુટ થતી હોય એ નુકશાની વેપારીઓ ટ્રક ભાડામાંથી કપાત કરતા હોવાથી આ બાબતના વિરોધમાં ગત તા.10 ના રોજ ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ પાડી હતી. જેના પગલે મોરબી અને બહારથી આવતા આશરે 3 હજાર જેટલા ટ્રકોના પૈડાં થભી ગયા હતા. આ ટ્રક હળતાલથી સીરામીક ઉધોગને ભારે માર પડ્યો હતો. આથી, આ હડતાલનો અંત લાવવા માટે આજે ટ્રક ટ્રાન્સપોર્ટ અને સીરામીક એસો વચ્ચે મંત્રણા થઈ હતી.

આ મામલે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઈ આહિરે જણાવ્યું હતું કે ટ્રક હડતાલ માટે મહત્વનો નિર્ણય લેવા આજે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. અને સીરામીક એસો. વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સીરામીક એસો.એ માલની નુકશાની ટ્રક ભાડામાંથી કપાત ન થાય તે માટે લેખિતમાં ખાતરી આપી હતી. આથી, ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ આજથી ટ્રક હડતાલ સમેટી લેવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે હળતાળના સમાધાન માટે 3 શરતો રાખવામાં આવી છે. જે નીચે મુજબ છે.

- text

1. માલની ભાંગતુટની જવાબદારી કંપની કે ટ્રાન્સપોર્ટની રહેશે નહી, તેનું નુકસાન જે તે માલ લેનારે અથવા વિમા કંપનીએ ભોગવવાની રહેશે.
2. વિમા વગરની ગાડી લોડ કરી શકાશે નહિ. વિમો ના લીધો હોય તો તે ગાડી ટ્રાન્સપોર્ટર ભરશે નહી.
3. મોરબી વાંકાનેરમા રજીસ્ટર ટ્રાન્સપોર્ટર દ્વારા જ ટ્રકો લોડ થશે, તેમા જ કંઇ પણ મુશ્કેલી આવે તો મોરબી ટ્રાન્સપોર્ટ તેમનો રસ્તો કરશે. તો વેપારીઓ તેના સિવાય ટ્રકો બાંધવી નહિ.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text