મોરબી જિલ્લાના મચ્છુ-2 સહીતના ડેમોમાં હજુ પણ પાણીની ધીમી આવક ચાલુ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગત તા. 23, 24 અને 30 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદ આવ્યો હતો. આ ઉપરાંત, પણ જિલ્લાભરમાં ચોમાસા દરમિયાન મેઘરાજાએ વરસાવી હતી. આથી, મોરબી જિલ્લાના તમામ દસ ડેમો સહિતના અનેક જળાશયો ઓવરફ્લો થઇ ગયા હતા. જો કે ગત અઠવાડિયામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. તો પણ હજુ મોરબી જિલ્લાના ડેમોમાં પાણીની ધીમી-ધીમી આવક ચાલુ છે. ત્યારે 10 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ મોરબી જિલ્લાના ડેમોની આજે બપોરે 2 વાગ્યાની સ્થિતિ જોઈએ.

10 સપ્ટેમ્બર, ગુરુવાર બપોરે 2 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 1293 ક્યુસેકની આવક-જાવક, 2 દરવાજા 1 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 1371 ક્યુસેકની આવક-જાવક, 2 દરવાજા 0.75 મી. ખુલ્લા

3. ઘોડાધ્રોઇ ડેમ, 0 ક્યુસેકની આવક-જાવક

4. ડેમી-3 ડેમ, 876 ક્યુસેકની આવક-જાવક, 1 દરવાજો 1 ફૂટ ખુલ્લો

5. ડેમી-1 ડેમ, 386 ક્યુસેકની આવક-જાવક, 0.04 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 388 ક્યુસેકની આવક-જાવક, 1 દરવાજો 0.6 ફૂટ ખુલ્લો

- text

7. બંગાવડી ડેમ, 75 ક્યુસેકની આવક-જાવક, 0.03 મી. ઓવરફ્લો

8. મચ્છુ-1, 223 કયુસેકની આવક-જાવક, 0.03 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 0 ક્યુસેકની આવક-જાવક

10. બ્રાહ્મણી-2 ડેમ, 0 કયુસેકની આવક-જાવક


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text