માળિયાના સરવડ ગામે ઘર પર પથ્થર ફેકવા મામલે યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

- text


એક શખ્સે હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

માળીયા : માળીયા તાલુકાના સરવડ ગામે સરવડ ગામે ઘર તરફ પથ્થર ફેકવા મામલે યુવાન પર લોખંડના પાઈપથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને એક શખ્સ સામે હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા.માળીયા મીના સરવડ ગામે આવેલા દેવીપૂજક વાસમાં રહેતા મનસુખભાઈ નથુભાઈ દેલવાળીયા (ઉ.વ. ૪૫) નામના યુવાને આરોપી ગીરીશભાઈ હરજીભાઈ વિલપરા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૮ ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે આરોપી ફરીયાદીના ઘરે પાસે જઈ ઘર સામે જોઈ પથ્થરના ધા કરતા હોઈ. જેથી, ફરીયાદીએ તેને તેના ઘર તરફ પથ્થરના ધા નહી કરવા સમજાવતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ગાળો આપી તેના હાથમા રહેલ લોંખડ પાઈપનો એક ધા ફરીયાદીના ડાબા કાન ઉપર મારી દઈને ઇજા પહોંચાડી હતી. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text