મોરબીમાં જમીનનો ભાગ આપવા મામલે પુત્રએ વૃદ્ધ પિતાને મારી નાખવાની ધમકી આપી

- text


વૃદ્ધ પિતાએ પુત્ર સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિસ્તારમાં કપાતર પુત્રએ જમીનનો ભાગ આપવા મામલે વૃદ્ધ પિતાને જનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે વૃદ્ધ પિતાએ પોતાના પુત્ર સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી લીલાપર રોડ પર હોથીપીરની દરગાહ સામે રહેતા અને ખેતીકામ કરતા આયદાનભાઇ ગાંડુભાઇ મઠીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે તેમના પુત્ર રવજીભાઇ આયદાનભાઇ મઠીયા (રહે. મોરબી લીલાપર રોડ હોથીપીરની દરગાહ સામે) સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૭ ના રોજ આરોપી જે ફરીયાદીનો દીકરો થતો હોય. જેથી, તેણે ફરીયાદીની ખેતીની જમીનમાં ભાગ માંગતા ફરીયાદીએ જણાવેલ કે ખેતીની જમીન મારા ખાતે થાય ત્યારે તમો ભાઇઓને સરખા ભાગે આપીશ તેમ કહેતા આરોપીને નહી ગમતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text