હિતુભાની વડોદરાથી ધરપકડ, જાણો 2017માં મુસ્તાક મીરની હત્યા બાદનો તારીખવાર ઘટનાક્રમ

- text


મોરબીના ચકચારી મર્ડર અને હુમલા કેસમાં ફરાર શનાળાના હિતુભાની ATSએ વડોદરાથી કરી ધરપકડ 

મોરબી : 2017માં મોરબીમાં મુસ્તાક મીરની હત્યા અને 2018માં મુસ્તાકના ભાઈ આરીફ મીર પરના ફાયરિંગ પ્રકરણના મુખ્ય આરોપી શનાળાના હિતુભા ઝાલાની અમદાવાદ ATS ધરપકડ કર્યા બાદ ગત ઓક્ટોમ્બર 2019માં પોલીસ જાપ્તામાંથી ધ્રાગંધ્રા પાસેથી ફરાર થયેલા હિતેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે હિતુભાને આજે ફરીથી ગુજરાત એટીએસની ટીમે વડોદરાથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ATS ડીઆઈજી હિમાંશુ શુકલાની સૂચનાથી ATS ડીવાયએસપી ભાવેશ રોજીયા સહિતની ટીમ દ્વારા આજે વડોદરા ખાતેથી બાતમીના આધારે મોરબીની હત્યાના આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે.

હિતુભા ઝાલા દ્વારા એપ્રિલ 2017માં આરીફ મીરની હત્યા બાદનો તારીખવાર ઘટનાક્રમ

મોરબીમાં શનાળાના હિતુભા ઝાલા અને મુસ્તાક મીર જૂથ વચ્ચે 2016થી જમીન સહિતના મુદ્દે ખટરાગ ચાલી રહ્યો હતો.

04 એપ્રિલ 2017 (મુસ્તાક મીરની હત્યા) : ઢળતી સાંજે મોરબીમાં શનાળા રોડ પર મુસ્તાક મીર પર હિતુભાએ ફાયરિંગ કરી મુસ્તાકની હત્યા કરી

28 એપ્રિલ 2017 (હિતુભાની ધરપકડ) : મુસ્તાક મીરની હત્યાના ગુન્હામાં હિતુભાની માળીયા નજીકથી મોરબી પોલીસે ધરપકડ કરી (આ કેસમાં જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ હિતુભા ફરાર થઈ જતા પોલીસે તેની સામે ફરાર થવાનો ગુન્હો નોંધ્યો હતો)

- text

08 ડિસેમ્બર 2018 (મુસ્તાકના ભાઈ આરીફ પર ફાયરિંગ) : મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર પર તેના રહેણાંક વિસ્તાર કાલિકા પ્લોટમાં ફરાર હિતુભા દ્વારા ભાડુતી માણસોથી હુમલો કરાવાયો જેમાં બેફામ ફાયરિંગની ઘટનામાં આરીફ મીર બચી ગયો પણ એક નિર્દોષ બાળકનો ભોગ લેવાયો. આ બનાવમાં ફરાર હિતુભા સહિતના લોકો સામે આરીફ મીર પર જીવલેણ હુમલા અને બાળકની હત્યાની ફરિયાદ નોંધાઈ

29 ઓગસ્ટ 2019 (હિતુભાની ફરી ધરપકડ) : ફરાર હિતુભા સહીત 5 લોકોની અમદાવાદમાંથી ATS દ્વારા ધરપકડ કરાઈ

14 ઓક્ટોમ્બર 2019 (હિતુભા ફરી ફરાર) : મુસ્તાક મીરની હત્યા, આરીફ મીર પર હુમલા સહિતના ગુન્હામાં અમદાવાદ સાબરમતી જેલમાં રહેલા હિતુભાને પોલીસ જાપ્તામાં મોરબી કોર્ટમાં લઈ આવતા સમયે ધ્રાગંધ્રા નજીક હોનેસ્ટ હોટલ પાસેથી ફોર્ચ્યુનર કારમાં ફરીથી હિતુભા પોલીસને ચકમો આપી ફરાર

06 સપ્ટેમ્બર 2020 (હિતુભાની ફરી ધરપકડ) : ATS દ્વારા ફરીથી વડોદરા ખાતેથી હિતુભાની ધરપકડ કરી.

- text