મોરબી : સંસ્કૃત ભારતી દ્વારા ઓનલાઇન સંસ્કૃત બાળ શિબિર યોજાઈ

- text


ઓનલાઇન સંસ્કૃત બાળ શિબિરમાં ૪૦ બાળકોએ ભાગ લીધો

મોરબી : સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા લોકડાઉનના સમયમાં ઘરે રહેતાં બાળકો ભારતીય સંસ્કૃતિને જાણે અને સંસ્કૃત ભાષા થકી આધુનિક કાળમાં એમનું સંસ્કાર સિંચન થાય તથા એમનાં જીવનને યોગ્ય દિશાનિર્દેશ મળી શકે એ હેતુથી તાજેતરમાં એક બાળ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં આશરે ૪૦ બાળકો ઓનલાઈન સંસ્કૃત શીખ્યાં હતા અને સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text

ગત તા.24 થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આ બાળ શિબિરનું સમાપન તા.30 ઓગસ્ટ રવિવારના રોજ સાંજે 5 વાગ્યાથી હતું. સમાપન કાર્યક્રમમાં હેતવ નામના વિદ્યાર્થીએ સંપૂર્ણ સંસ્કૃતમાં કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમની વિશિષ્ટતામાં સંપૂર્ણ સંસ્કૃત ભાષામાંજ રજૂ થયેલી કૃતિઓ અભિનય ગીત, શ્લોક, સંવાદ, રત્ન કનિકા, બાળ વાર્તા, સંખ્યા જ્ઞાન, પરિચય, સ્મરણ ક્રિયા વગેરે ધ્યાનાકર્ષક રહ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મોરબી સંસ્કૃત ભારતીના મહિલા સદસ્યા બહેનો કૃપાનીબેન, ઉષાબેન, દિક્ષાબેન, આશાબેન, પલ્લવીબેન વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે દીપેશભાઈ કતીરા, મુખ્ય અતિથિ તરીકે નિખિલભાઈ જોષી અને વિશેષ અતિથિમાં પ્રણવભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા.

- text