મોરબી : સ્વજનના મૃત્યુ પછી તેમના પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવાનું પ્રેરણાદાયી કાર્ય

- text


માધાપરના રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા માધાપર, મહેન્દ્રપરા સહિતના વિસ્તારોમાં રહેતા સતવારા પરિવારો માટે શ્રદ્ધાંજલિ સેવા શરૂ કરાઇ

મોરબી : કોઈપણ પરિવારમાં સ્વજનનું મૃત્યુ થાય એટલે એમના પરિવારજનો ભારે શોકાતુર હોય છે. આથી, સ્વજનની અંતિમ ક્રિયા પુરી થાય પછી એમના શોકાતુર પરિવારજનો માટે આસપાસના તેમજ જ્ઞાતિબંધુઓ જમવાની વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે માધાપરના રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા માધાપર, મહેન્દ્રપરા સહિતના વિસ્તારોમાં રહેતા સતવારા પરિવારો માટે શ્રદ્ધાંજલિ સેવા શરૂ કરાઇ છે. જેમાં સતવારા સમાજના સ્વજનના મૃત્યુ પછી તેમના પરિવારજનો માટે જમવાની વ્યવસ્થા કરવાનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું છે.

- text

મોરબીના માધાપર વિસ્તારમાં આવેલા રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં રહેતા સતવારા પરિવારો માટે શ્રદ્ધાંજલિ સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારમાં રહેતા સતવારા સમાજના પરિવારના સ્વજનનું મૃત્યુ થાય પછી એમની અંતિમવિધિ પતાવીને પરિવારજનો ઘરે આવે ત્યારે આ પરિવારના લોકો માટે જમવાની વ્યવસ્થા કરાશે. જેમાં રોટલા, રોટલી, દાળ, શાક, ખીચડી છાસ સહિતનું ભોજન જે તે પરિવારોના ઘરે આ ટ્રસ્ટ પહોંચાડી દેશે. જોnકે દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગત માટે રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટના ધર્મેન્દ્રભાઈ કંઝારીયા 91731 64531, ટ્રસ્ટ ઓફીસ 90817 29101 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text